પાલનપુરથી મેહુલ જોષીની કલમે

Archive for ફેબ્રુવારી, 2011

રડતી હશે .

તેથી જ એમાં ઓટ ને ભરતી હશે.
સાગર મહીં કો’ માછલી રડતી હશે.

મંઝિલ બધાને ના મળે આ રાહમાં,
એમાં દુઆઓ પણ ઘણી ભળતી હશે.

સંગાથમાં તારા હતી કેવી સુંદર !
શું સાંજ એ રીતે હવે ઢળતી હશે.

છે હાથમાં સુખો જ તો હું શું કરું ?
મારી હથેળી એમને ગમતી હશે.

નજરો મળે આંખો ઢળે તો ઠીક છે ,
સમજીને થોડી આ ગઝલ બનતી હશે.

-જોષી મેહુલ કુમાર .આઈ
(આભાર- શબ્દ સાધના પરિવાર )

Advertisements

આભાર !!

મિત્રો,કેટલાય સમય થી મારી એક ઈચ્છા હતી કે હું પણ મારા બ્લોગ મિત્રો સાથે જોડાઉં.અને મારી આ ઈચ્છા ને સાકાર કરવા મારા બે મિત્રો માનવ ભાઈ અને રમેશ ભાઈ એ બહુજ મેહનત કરી અને મારી આ ઈચ્છા પુરી કરી.મિત્રતામાં આભાર શબ્દ અતડો લાગે પણ આભાર વગર સારું પણ ના લાગે,તો એવા મારા બે મિત્રો નો આભાર……..

છે પ્રણય આગવી રીત

છે પ્રણય આગવી રીત ને આગવી રીતથી થાય છે,
થાય ઉજાગરા યાદમાં એટલા તોજ સમજાય છે.

જે મળે છે હવે સામું એમાં મને ભાસ તારો બધે,
પ્રમને આંધળો પણ ભલા એમ થોડો કહેવાય છે.

આમ તો આ સમય જાય છે એજ પ્રતિક્ષા તારી લઈ,
તુંજથી આમ અળગા થઈ એક ક્ષણ ના રહેવાય છે.

આપ આવો મને યાદને આંખ મારી રડી જાય આ,
પાપણોથીય આ ભાર થોડો અશ્રુનો સહેવાય છે.

ના થશે જે તમે યાદ ના આવશો ઓ ખુદા આમતો,
ને છતાં માનવી કેમ પથ્થરોને આ ખોળતો જાય છે.

મેહુલ જોષી

છંદ વિધાન – ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા

Thanks www.vinelamoti.com

પ્રણય [મારી પ્રથમ ગઝલ]

નો’તી ખબર કે જીંદગી માં આમ અડચણ આવશે,
સામે કદી ચાલી અને દુઃખોનુ સગપણ આવશે.

દોસ્તો, યુગો લાગી ગયા એ શોધ માં દિલને અહીં,
એને ખબર શું કે પ્રણય પંથે જ સમજણ આવશે.

જો શોધ ચાલે દંભ માં કે કોણ જીવે છે અહીં,
તો હાથમાં આ આપણા સૌની જ દરપણ આવશે.

થાશે નહી કોઈ ખુલાસા તોય લોકો જાણશે,
આ આંસુની થાશે કદર,એકાદ એ ક્ષણ આવશે.

જો જે હશે તારા અબોલા ભાગ્ય સંગાથે કદી,
તો લાગશે અઢળક તરસ ને ભાગ્યમાં રણ આવશે.

મેહુલ જોષી

ટૅગ સમૂહ

%d bloggers like this: