પાલનપુરથી મેહુલ જોષીની કલમે

પ્રણય [મારી પ્રથમ ગઝલ]

નો’તી ખબર કે જીંદગી માં આમ અડચણ આવશે,
સામે કદી ચાલી અને દુઃખોનુ સગપણ આવશે.

દોસ્તો, યુગો લાગી ગયા એ શોધ માં દિલને અહીં,
એને ખબર શું કે પ્રણય પંથે જ સમજણ આવશે.

જો શોધ ચાલે દંભ માં કે કોણ જીવે છે અહીં,
તો હાથમાં આ આપણા સૌની જ દરપણ આવશે.

થાશે નહી કોઈ ખુલાસા તોય લોકો જાણશે,
આ આંસુની થાશે કદર,એકાદ એ ક્ષણ આવશે.

જો જે હશે તારા અબોલા ભાગ્ય સંગાથે કદી,
તો લાગશે અઢળક તરસ ને ભાગ્યમાં રણ આવશે.

મેહુલ જોષી

Advertisements

Comments on: "પ્રણય [મારી પ્રથમ ગઝલ]" (4)

 1. મેહુલ ભાઈ
  બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે .
  આખી ગઝલ કાબિલે દાદ છે
  થાશે નહી કોઈ ખુલાસા તોય લોકો જાણશે,
  આ આંસુની થાશે કદર,એકાદ એ ક્ષણ આવશે.

  આ શેર વિશેષ ગમ્યો !!!!!!

 2. થાશે નહી કોઈ ખુલાસા તોય લોકો જાણશે,
  આ આંસુની થાશે કદર,એકાદ એ ક્ષણ આવશે. wah kya bat hai!!

 3. શ્રી મેહુલભાઈ,

  બ્લોગ જગતમાં આપનું અદકેરું સ્વાગત અને વસંતના વધામણા સાથે

  આપનું આગમન એક સુંદર ગઝલ. ગીતો ને કાવ્યોનો રંગ ભર્યો રસથાળ

  પીરસશે.

  જો જે હશે તારા અબોલા ભાગ્ય સંગાથે કદી,
  તો લાગશે અઢળક તરસ ને ભાગ્યમાં રણ આવશે.

  આખી ગઝલ ખુબ જ સરસ છે….ધન્યવાદ.

 4. નો’તી ખબર કે જીંદગી માં આમ અડચણ આવશે,
  સામે કદી ચાલી અને દુઃખોનુ સગપણ આવશે.
  દોસ્તો, યુગો લાગી ગયા એ શોધ માં દિલને અહીં,
  એને ખબર શું કે પ્રણય પંથે જ સમજણ આવશે.
  Wah..Mehul..khub fine gazal chhe paheli ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: