પાલનપુરથી મેહુલ જોષીની કલમે

રડતી હશે .

તેથી જ એમાં ઓટ ને ભરતી હશે.
સાગર મહીં કો’ માછલી રડતી હશે.

મંઝિલ બધાને ના મળે આ રાહમાં,
એમાં દુઆઓ પણ ઘણી ભળતી હશે.

સંગાથમાં તારા હતી કેવી સુંદર !
શું સાંજ એ રીતે હવે ઢળતી હશે.

છે હાથમાં સુખો જ તો હું શું કરું ?
મારી હથેળી એમને ગમતી હશે.

નજરો મળે આંખો ઢળે તો ઠીક છે ,
સમજીને થોડી આ ગઝલ બનતી હશે.

-જોષી મેહુલ કુમાર .આઈ
(આભાર- શબ્દ સાધના પરિવાર )

Advertisements

Comments on: "રડતી હશે ." (18)

 1. fine shar

  તેથી જ એમાં ઓટ ને ભરતી હશે.
  સાગર મહીં કો’ માછલી રડતી હશે.

 2. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  સુંદર રચના થઈ મેહુલભાઈ.

  સંગાથમાં તારા હતી કેવી સુંદર !
  શું સાંજ એ રીતે હવે ઢળતી હશે…..

  પ્રેમ વ્યક્ત કરવાની એક આગવી રીત ગમી.

  અભિનંદન !

 3. ખૂબ સરસ મકતાનો શેર ખૂબ ગમ્યો.બ્લોગજગતમાં સ્વાગત છે.
  સપના

 4. શ્રી મેહુલભાઈ,

  બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !

  મંઝિલ બધાને ના મળે આ રાહમાં,
  એમાં દુઆઓ પણ ઘણી ભળતી હશે

  છે હાથમાં સુખો જ તો હું શું કરું ?
  મારી હથેળી એમને ગમતી હશે

  ઉપરોક્ત શેર વધુ પસંદ આવ્યા.

  રચના પસંદ આવી.

  અભિનંદન !

 5. સરસ ભાવ ઝીલતી ગઝલ્.
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. aapnu swagat chhe.
  abhinandan mehul bhai.
  rachna saras chhe.

 7. બ્લોગ જગતમાં સ્વાગત મેહુલભાઈ, આપની ગઝલ ગમી બધી પંક્તિ સારી છે ..

 8. ખૂબ સરસ મકતાનો શેર ખૂબ ગમ્યો.બ્લોગજગતમાં સ્વાગત છે.

 9. સત્ય ની સુફિયાણી [કાવ્ય ગઝલ ]
  =====================

  સુફિયાણી સલાહો કે વાતો શું સત્ય હકીકતોની ભૂખ ભાગી શકે ?
  આચરણ વગરની સલાહ સફળતા ને હોસલ કરી પામી શકે ?
  વણ માગી સલાહોને કોઈના આવેદન ની જરૂર કયો હોય છે
  છતો બે ભાવ થકી,જીવાયછે,હકીકત,ને બનાવટ જુદો હોય છે

  સત્ય દબાવવા સુફિયાણી ,સલાહો અપાય છે
  ને ભાષા જુદા જુદા ભાવ મો વહે ચાય છે
  નગ્ન સત્યને શું અંગ કે ઓખો નથી હોતો ?
  એને સુફિયાણી વાતો કે સલાહો થી ઢંકાય છે

  સત્ય કેટલું કડવું હોઉછે ને પચાવવું ભારે હોય છે
  સત્યને વૈભવ સાથે આડવેર,ને ગજબનું વેર હોય છે
  જૂઠના જીવન એશો આરામ દુન્યવી વૈભોવોથી તરબતર હોય છે
  મરી મરીને જીવતું સત્ય ઇતીયાસ્મો લખાઈ,અમર બનવા માટે હોય છે

 10. છે હાથમાં સુખો જ તો હું શું કરું ?
  મારી હથેળી એમને ગમતી હશે…

  very good.

 11. મંઝિલ બધાને ના મળે આ રાહમાં,
  એમાં દુઆઓ પણ ઘણી ભળતી હશે.

  મેહુલભાઈ,

  ઉપરોક્ત શેર ખૂબ ગમ્યો….

  અભિનંદન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: