પાલનપુરથી મેહુલ જોષીની કલમે

અરીસો

મિત્રો ,આજે હું આપની સમક્ષ મારા એક કાવ્ય સંગ્રહ ”રણને તરસ ઝાંઝવાની ”ની એક કવિતા મૂકી રયો છું.જે મે મારી ૧૮ વર્ષની ઉમર માં પ્રથમ વાર લખેલી આ મારી પ્રથમ રચના છે ,આશા છે આપ સૌને ગમશે અને આનંદ આપશે …………………………..

ચહેરાથી થાકેલો અરીસો આધાર માંગે છે.
ભલે થાય દર્દ પણ સાચો ઉપચાર માંગે છે.

મંથન વિના પણ જુઓ વિષ રાખી બેઠેલું ,
મન ફક્ત અમૃતની આછી ધાર માંગે છે.

દર્દ લઇ વેચવા બેસે તો કોણ ખરીદવાનું ?
જમાનો પણ તાજગીનો સથવાર માંગે છે .

દિલમાં પડેલી તમન્નાઓ રજુ થઇ જાય ,
પણ સુકા હોઠ ભીના હોઠનો સંચાર માંગે છે .

હરક્ષણ આવ નહી આમ જવાનું કહીને ,
આ હદય પણ મારું કાયમી મુકામ માંગે છે.

હું સ્મિત દઉંને તમે પાંપણને ઢાળો જરા
લાગણી પણ મારી એવો વ્યવહાર માંગે છે .

Advertisements

Comments on: "અરીસો" (7)

 1. દર્દ લઇ વેચવા બેસે તો કોણ ખરીદવાનું ?
  જમાનો પણ તાજગીનો સથવાર માંગે છે ……
  nice…!

 2. khoob saras rachana!! Darek ni magani uttam chhe…..

 3. દિલમાં પડેલી તમન્નાઓ રજુ થઇ જાય ,
  પણ સુકા હોઠ ભીના હોઠનો સંચાર માંગે છે .

  હરક્ષણ આવ નહી આમ જવાનું કહીને ,
  આ હદય પણ મારું કાયમી મુકામ માંગે છે.
  ………………………………
  દિલમાં પડેલી તમન્નાઓ રજુ થઇ જાય ,
  પણ સુકા હોઠ ભીના હોઠનો સંચાર માંગે છે .

  હરક્ષણ આવ નહી આમ જવાનું કહીને ,
  આ હદય પણ મારું કાયમી મુકામ માંગે છે.
  સરસ ગઝલ. ..અભિનંદન
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. મેહુલભાઈ, તમારી ગઝલ ભાવ-લાગણીપ્રચૂર છે. ક્યાંક ક્યાંક છંદ તૂટે છે. આ શેરમાં કાફીયા પણ જળવાતા નથી તો ‘મુકામ’ની જગ્યાએ ‘સહચાર’ મૂકી શકાય ?

  હરક્ષણ આવ નહી આમ જવાનું કહીને ,
  આ હદય પણ મારું કાયમી મુકામ માંગે છે.

 5. Very nice!
  બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત છે .

 6. સરસ …..મંથન વિના પણ જુઓ વિષ રાખી બેઠેલું ,
  મન ફક્ત અમૃતની આછી ધાર માંગે છે.

 7. મંથન વિના પણ જુઓ વિષ રાખી બેઠેલું ,
  મન ફક્ત અમૃતની આછી ધાર માંગે છે.

  દર્દ લઇ વેચવા બેસે તો કોણ ખરીદવાનું ?
  જમાનો પણ તાજગીનો સથવાર માંગે છે .

  Very Nice mehulbhai….
  Excellent…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: