પાલનપુરથી મેહુલ જોષીની કલમે

સ્મરણ

તું ના મળે સ્મરણ મળે તો ચાલશે,
આંખો અશ્રુને જો છળે તો ચાલશે.

જાહેરમાં ઠંડી બની જા વેદના,
એકાંતમાં તું જો બળે તો ચાલશે.

દુઃખો મહી થાઉં ભલે હું એકલો ,
જો લોક સુખો માં ભળે તો ચાલશે.

એવું બને જો થાય પીંડા આપને,
ને દેહ મારો જો કળે તો ચાલશે.

છે શ્વાસ મારો આખરી આવી મળો,
જો આટલી ઈચ્છા ફળે તો ચાલશે.

——મેહુલ

Advertisements

Comments on: "સ્મરણ" (6)

 1. સરસ ગઝલ છે મેહુલભાઈ. છંદ પણ બરાબર સચવાયા છે. ‘અશ્રુ’ મારા હિસાબે ‘ગાલ’ થાય તમે ‘લગા’ લીધો છે. જરા ચેક કરી લેશો. આ શેર પ્રેમની ઉચ્ચ ભાવના ને વ્યક્ત કરે છે પણ ‘પીડા’ માં ‘પી’ ઉપર અનુસ્વાર કેમ ?

  એવું બને જો થાય પીંડા આપને,
  ને દેહ મારો જો કળે તો ચાલશે.

 2. I read some poem,i like it very much,I hope it your progress w’ll couninu in your future also..thanks..

 3. દુઃખો મહી થાઉં ભલે હું એકલો ,
  જો લોક સુખો માં ભળે તો ચાલશે…… nice !

 4. છે શ્વાસ મારો આખરી આવી મળો,
  જો આટલી ઈચ્છા ફળે તો ચાલશે. મેહુલભાઈ ખૂબ સરસ ગઝલ..અને હા વેલકમ ટુ બ્લોગજગત
  સપના

 5. દુઃખો મહી થાઉં ભલે હું એકલો ,
  જો લોક સુખો માં ભળે તો ચાલશે.

  છે શ્વાસ મારો આખરી આવી મળો,
  જો આટલી ઈચ્છા ફળે તો ચાલશે.

  aa 2 sher khub j saras 6e…
  Abhinandan…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: