પાલનપુરથી મેહુલ જોષીની કલમે

Archive for જૂન, 2011

નગર

સાવ  જૂઠી લાગણીયો થી  સતત  છલકાતું  નગર,

 માનવીમાં માનવી જેવું બની અથડાતું  નગર.

સૌ  સફળતા ઝાંઝવાના જળ સમી લાગે છે છતા ,

મૃગલાના પગ લઈને રોજ આ  ભટકાતું  નગર.

જે  વિતે છે જાત  ની ઊપર સદાયે ભૂલી  જતું,

જાત ને ખોટા દીલાશાઓ  દઈ હરખાતું  નગર.

સાવ કોરી આંખ લઇને એ અહીયા કેવું ફરે ?

થાય જો મન તો વળી થોડું ગણું  શરમાતું  નગર.

એ ફરે  છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,

ને  ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું  નગર.

ગાંધી

મરણ ને બાદ પણ કોઈ રડે ખરું?

કોઈ પસ્તાય ખરું?

ના,આ વાત મેં અમસ્તી જ નથી પૂછી.

કારણ,મેં જોયું છે,

પુતળા ને ફોટા માં થી નીકળતા ગાંધી ના આંસુ ને………

ટૅગ સમૂહ

%d bloggers like this: