પાલનપુરથી મેહુલ જોષીની કલમે

નગર

સાવ  જૂઠી લાગણીયો થી  સતત  છલકાતું  નગર,

 માનવીમાં માનવી જેવું બની અથડાતું  નગર.

સૌ  સફળતા ઝાંઝવાના જળ સમી લાગે છે છતા ,

મૃગલાના પગ લઈને રોજ આ  ભટકાતું  નગર.

જે  વિતે છે જાત  ની ઊપર સદાયે ભૂલી  જતું,

જાત ને ખોટા દીલાશાઓ  દઈ હરખાતું  નગર.

સાવ કોરી આંખ લઇને એ અહીયા કેવું ફરે ?

થાય જો મન તો વળી થોડું ગણું  શરમાતું  નગર.

એ ફરે  છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,

ને  ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું  નગર.

Advertisements

Comments on: "નગર" (13)

 1. એ ફરે છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,

  ને ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું નગર.

  Wah mehulbhai..Khub gami aapni aa rachana..enjoyed..

 2. એ ફરે છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,
  ને ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું નગર.

  મેહુલભાઈ ગઝલના દરેક શેર કશીક માર્મીક્ર રજૂઆત કરી જાય છે.

  ગઝલ માણવાની મજા આવી.

  http://das.desais.net -‘દાદીમા ની પોટલી’

 3. શ્રી મેહુલભાઈ

  ડગર ડગર જોવાની ઈચ્છા થાય તેવું છે એ નગર….

  ખૂબ સરસ રચના છે.

  કિરણ સોની

 4. વાહ વાહ મેહુલ …સરસ ગઝલ….મારુ એક સજેશન છે કે તમે ગઝલની સાથે બંધારણ પણ લખો જેથી આપને અને અન્યને સમજવામા અને સમજાવવામાં ફાવે …તમે આ ગઝલ ગાલગાગા…..ગાલગાગા….ગાલગાગા…..ગાગાલગા…… બરાબરને..

 5. સરસ ભાવ જળવાયો છે ગઝલમાં,
  મેહુલભાઇ,
  તમારા ઈ-મેઇલનાં પ્રત્યુત્તરમાં જણાંવવાનું કે,
  મારી સમજમુજબ અહીં ગાલગાગાનાં ૩ અવર્તન અને કાફિયા-રદિફમાટે ગાગાલગાનું એક આવર્તન લેવાયું છે…..
  કેટલાંક શબ્દો આ રીતે સુધારી લેવા જેવું લાગ્યું દા.ત.- લાગણીઓ,મૃગલાં,દિલાસા,થોડું-ઘણું,-
  આભાર અને અભિનંદન.

 6. oll over thanks………………

 7. નગરના છળને સુપેરે વ્યક્ત કરતી કૃતિ.

 8. મેહુલ ખૂબ સરસ રચના થઈ છે ..મહેશભાઈની વાતો પર ધ્યાન આપવું …એમની વાતો સાથે સહમત છું..
  સપના
  એ ફરે છે ખોટું સ્મિત આ લાઇનો ખૂબ ગમી ..આભાર

 9. એ ફરે છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,
  ને ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું નગર.

  મેહુલભાઈ ખૂબ સરસ રચના છે.
  આભાર અને અભિનંદન…….

 10. મેહુલ ખૂબ સરસ રચના

 11. આદરણીયશ્રી. મેહુલભાઈ

  આજે તમે મારી આંખ ઉઘાડી નાંખે તેવી

  ગઝલ વાંચવા મળી ખરેખર આપ શબ્દોના

  મહારાજા છે, ખુબજ મજા પડી ગઈ સાહેબ,

  સુંદર બ્લોગ, બસ મારી એકજ પ્રાર્થના આપ

  આમજ ગુજરાતી સમાજની સેવા કરતા રહો,

  ખુબ ખુબ પ્રગતિ કરો, ફળ આપવાવાળો ઉપર બેઠો છે.

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: