પાલનપુરથી મેહુલ જોષીની કલમે

નજર…..

લાખો નજર તારા ઉપર તેથી નજર લાગી હશે,

કાતો તને પણ આ જમાનાની અસર લાગી હશે.

સુતો નથી આમતો આ રીતથી કોઈ દિવસ,

ઘરથી વધુ એને વહાલી આ કબર લાગી હશે.

રસ્તે જતા એના જરુખે આંખથી આંખો મળી,

તેથી જ તો મંઝિલથી પ્યારી સફર લાગી હશે.

ભારે નથી થઇ રોઈને આંખો અમસ્તી એમની,

એકેક ક્ષણ  યુગો સમી એના વગર લાગી  હશે.

તેથી જ તો મહેફિલ એની એટલે જામી હશે,

એને અમારી આંખમાં થોડી કદર લાગી હશે…..’મેહુલ ‘

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા .

Comments on: "નજર….." (17)

  1. મેહુલભાઈ, બહુ સુંદર ગઝલ બની છે.નિખાર આવ્યો છે રચનામાં. લગે રહો. આ શેર બહુ ગમ્યો.

    ભારે નથી થઇ રોઈને આંખો અમસ્તી એમની,
    એકેક ક્ષણ યુગો સમી એના વગર લાગી હશે.

    Like

  2. રસ્તે જતા એના જરુખે આંખથી આંખો મળી,
    તેથી જ તો મંઝિલથી પ્યારી સફર લાગી હશે.

    Like

  3. રસ્તે જતા એના જરુખે આંખથી આંખો મળી,
    તેથી જ તો મંઝિલથી પ્યારી સફર લાગી હશે.

    સરસ
    મંજિલ નહી પરંતુ મંજિલ ની સફરમાં નીકળેલા મુસાફરની યાદ તાજી ક્રાવેમ છે
    અભિનંદન

    Like

  4. રસ્તે જતા એના જરુખે આંખથી આંખો મળી,
    તેથી જ તો મંઝિલથી પ્યારી સફર લાગી હશે.
    mehulbhai fine gazal chhe..lakhta rahejo..
    ane leicestergurjari uper padharsho..

    Like

  5. સરસ ગઝલો અને બીજી રચનાઓ. સ્મરણ, નગર વગેરે ખાસ ગમી.
    લખતા રહેશો.
    સરયૂ પરીખ
    ઑસ્ટીન, ટેક્ષાસથી
    http://www.saryu.wordpress.com

    Like

  6. તેથી જ તો મહેફિલ એની એટલે જામી હશે,
    એને અમારી આંખમાં થોડી કદર લાગી હશે
    ભાઇ મેહુલ… આ ગઝલ સરસ બની છે… ઉપરનો શેર તો લાજવાબ છે… બસ આ રીતે લખવાની રિધમ જાળવી રાખશો….

    Like

  7. એકંદરે સારી ગઝલ થઈ છે. છંદમાં સ્હેજ કાળજી રાખો તો હજૂ નિખાર આવશે.
    જેમ કે
    સુતો નથી આમતો આ રીતથી કોઈ દિવસ,
    એમાં ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા – એક માત્રા ખુટે છે. એથી જરાક સુધારીને
    સુતો નથી એ આમ તો આ રીતથી કોઈ દિવસ –
    એમ કરો અને હવે પઠન કરો તો તમને ખબર પડી જશે કે શું ખુટતું હતું.
    એક નમ્ર સુચન. ગઝલ લખ્યા પછી જાતે જ એનું પઠન કરવાનું રાખો એટલે તમારી ભૂલો તમને આપોઆપ જડશે, ક્લિષ્ટતા દૂર થશે, લય પણ વધુ સારો આવશે.

    Like

  8. સરસ ગઝલ થઈ મેહુલભાઈ..લગે રહો…નિખાર આવ્યો છે ભાવ સચવાયા છે..

    Like

  9. મેહુલ જોષી said:

    મિત્રો,બસ આપનો પ્રેમ આ રીતેજ મળતો રહે એ અપેક્ષા .ને ખાસ આભાર દક્ષેશ ભાઈનો કે જેમણે આટલી નાની ભૂલ પણ મને બતાવી ને મારી ગઝલ આટલી ધ્યાન ને રસ પૂર્વક નિહાળી.

    Like

  10. મેહુલભાઇ,
    ગઝલ સરસ છે-અભિનંદન.
    પણ,કેટલીક બાબતોપર જરા વધુ મહેનતથી પરિણામ પણ વધુ સારૂં લઈ શકાશે.
    બે-ત્રણ મુદ્દા ધ્યાને મૂકવાનું મન થાય છે કે,
    -બે પંક્તિઓની વચ્ચે નિયત જગા રાખવાથી એક આખા શેરને બરોબર ગોઠવી શકાશે
    -જરૂખો નહીં,ઝરૂખો
    -વિરામચિહ્ન જરૂર જણાય ત્યાં મૂકવા જરૂરી છે જેથી,વાત વધુ સ્પષ્ટ અને વજનથી રજૂ થઈ શક્શે.
    મક્તામાં મને લાગે છે બન્ને પંક્તિઓને ઉપર-નીચે કરીને મૂકી હોય તો?
    અને
    એ શેરમાં તેથી જ તો અને એટલે, બન્ને એકજ અર્થના શબ્દો રિપિટ થાય છે……હકીકત દોષ.
    એના બદલે, એટલે ની જગ્યાએ એટલી કરીએ તો?
    સારી ગઝલને વધુ સારી બનાવવા નમ્રભાવે સૂચનો કર્યા છે,આશા છે ભાવ અને ભાવનાનો અર્થ
    યોગ્યરીતે લઈ લાગણી સમજી શકશો.
    પ્રતિભાવ અને સૂચનોને યોગ્યગણી સન્માન બક્ષવાબદલ આભાર.
    http://www.drmahesh.rawal.us પર મારી ગઝલો માણવી જરૂર ગમશે-આશા છે.

    Like

  11. શ્રી મેહુલ જોશી

    મહેફિલ એની એટલે જામી હશે,

    આપની મહેફિલમાં આમંત્રણ આપવા બદલ આભાર.

    આપની રચના ખૂબ જ હ્ર્દયસ્પર્શી છે.

    કિરણ સોની

    Like

  12. મેહુલભાઇ,
    સરસ રચના

    Like

  13. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

    Like

  14. મેહુલ …મહેશભાઇ રાવલે ..ખુબ જ સરસ રીતે સમજાવ્યું અને ખાસ તો તેમા મને એમા તેમની લાગણી છલકાતી લાગે છે… એટ્લે ખાસતો તે પરત્વે ધ્યાન આપી ખાસ સુધારણા કરવી અને ગઝલને દોષમૂક્ત કરવી…… ખુબ ખુબ આભાર મહેશભાઇ અમારા શબ્દ સાધના પરિવાર ના એક નાનકડા ઉભરતા કવિની સરાહના કરવા બદલ

    Like

  15. “છો કેમ?પૂછીને પછી અટકી જવાનું છે અહી,
    સંબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.”
    Excellent.

    Like

Leave a reply to jitubhai joshi જવાબ રદ કરો