પાલનપુરથી મેહુલ જોષીની કલમે

Archive for સપ્ટેમ્બર, 2011

ઘટમાળ

આ માનવીના જિંદગીની ચાલતી ઘટમાળ છે,

થોડી બતાવો લાગણી સ્વાર્થી થયાનું આળ છે.

 

છો કેમ?પૂછીને પછી અટકી જવાનું છે અહી,

સંબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.

 

આ આયખાના ઝાડમાં દુઃખો મળે છે એટલા,

એકે ફૂટે જો પાન બટકી જાય એવી ડાળ છે.

 

શોધે અહી સૌ એકબીજાને છતા એ ના જડે,

આ માનવીને માનવીની ના જરાય ભાળ છે.

 

ઘરથી કબર ને આ કબર થી ઘર તરફની દોડ માં ,

ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.

”મેહુલ”

 

ગાગાલગા -૪.

Advertisements

ટૅગ સમૂહ

%d bloggers like this: