પાલનપુરથી મેહુલ જોષીની કલમે

ઘટમાળ

આ માનવીના જિંદગીની ચાલતી ઘટમાળ છે,

થોડી બતાવો લાગણી સ્વાર્થી થયાનું આળ છે.

 

છો કેમ?પૂછીને પછી અટકી જવાનું છે અહી,

સંબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.

 

આ આયખાના ઝાડમાં દુઃખો મળે છે એટલા,

એકે ફૂટે જો પાન બટકી જાય એવી ડાળ છે.

 

શોધે અહી સૌ એકબીજાને છતા એ ના જડે,

આ માનવીને માનવીની ના જરાય ભાળ છે.

 

ઘરથી કબર ને આ કબર થી ઘર તરફની દોડ માં ,

ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.

”મેહુલ”

 

ગાગાલગા -૪.

Comments on: "ઘટમાળ" (12)

  1. માનવીના સ્વભાવ અને ઘટમાળ ની હકીકત ની સુંદર અને માર્મિક રજૂઆત..

    સુંદર રચના !

    ધન્યવાદ !

    Like

  2. સરસ, ખુબ સરસ … મક્તાનો શેર વિશેષ ગમ્યો. લય પર થોડુંક વધુ કામ થઈ શકે. જેમ કે
    ઘરથી કબર ને આ કબરથી ઘર તરફની દોડ માં ,
    ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.
    પૂછું આ – ને બદલે પૂછજે, પૂછતે, પૂછ આ.. – જેવો સ્હેજ ફેરફાર કરવાથી પઠનનો લય વધુ મજાનો થશે. પૂછું માં છું (અનુસ્વાર હોવાથી) જરાક વધુ ભાર આપવો પડે. નાની વાત છે પણ પરફેક્શન આવે એથી લખ્યું છે. એટલે ખામી ન ગણતા પોઝિટીવલી લેશો ..
    તમારી પાસેથી ઉત્તમ ગઝલો મળશે એવી અપેક્ષા બંધાય છે.

    Like

  3. શોધે અહી સૌ એકબીજાને છતા એ ના જડે,
    આ માનવીને માનવીની ના જરાય ભાળ છે.

    ઘરથી કબર ને આ કબર થી ઘર તરફની દોડ માં ,
    ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.
    Mehul,..khub j sunder gazal chhe gami gai..aa sher to khub gamya..chhandobadhdh..
    lakhta rahejo ane aap pan padharjo.. mara blog per..

    Like

  4. સરસ ..મક્તાના શેરનો ભાવ એકદમ સરસ. દક્ષેશભાઇએ સુચવેલો સુધારો કરશો તો લયને વધુ ઉઠાવ મળશે.

    Like

  5. સરસ, ખુબ સરસ …

    Like

  6. ભાઈ મેહુલ,
    કદાચ આ રચના ગઝલ અધ્યયન વર્કશોપ પહેલાંની છે. દક્ષેશભાઈની સૂચના ધ્યાન માં લેવા જેવી છે.
    આ રચનામાં મનોભાવો બહુ સરસ રીતે વ્યક્ત કર્યા છે. લાગે રહો મેહુલભાઈ.

    Like

  7. વાંચવાની મજા આવી અને આ શેર ખાસ ગમ્યો-
    આ આયખાના ઝાડમાં દુઃખો મળે છે એટલા,
    એકે ફૂટે જો પાન બટકી જાય એવી ડાળ છે.
    પહેલા શેરમાં વાક્ય રચના તરફ ધ્યાન દોરું છું-“આ માનવીના જિંદગીની…માનવીની જિંદગીની…હોવુ જોઇએ.

    Like

  8. સ રસ પ્રયાસ
    છો કેમ?પૂછીને પછી અટકી જવાનું છે અહી,

    સંબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.
    આ શેર વધુ ગમ્યો

    Like

  9. શ્રી મેહુલભાઈ,

    માનવ સ્વભાવને શબ્દ પંક્તિઓમાં આબાદ કંડાર્યો છે.

    Like

Leave a reply to અશોકકુમાર - 'દાદીમા ની પોટલી' જવાબ રદ કરો