પાલનપુરથી મેહુલ જોષીની કલમે

Archive for ડિસેમ્બર, 2011

કારણ……….

મિત્રો, મારી કારણ કે ….ગજલ માં યોગ્ય સુધારો કરી મને સરસ ગઝલ બનાવવામાં મદદ કરનાર ડો,મહેશ રાવલ સાહેબ નો ખુબ ખુબ આભાર…..મારી દશાનું દર્દ સહુની આંખથી છલકાય છે
પણ આપની આંખો કદી સહેજે ય ભીની થાય છે !

સમજી રહ્યાં છે દર્દ મારૂં, જે નથી મારા સનમ !
‘ને આપ છો મારા છતાં ક્યાં આપને સમજાય છે !

લીધાં તમારા સમ પછી, હું બુંદ પણ ન પી શકું
‘ને આ જમાનો આપના સોગંદ આપી પાય છે !

જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે
પણ,સહેજ જો છુટ્ટા પડો તો શ્વાસ ક્યાં લેવાય છે !

જીવી રહ્યાં છે જિંદગી જે આજ, ભૂલીને મને
ખુદ એમને કારણ અમારી જિંદગી જીવાય છે !……………………………મેહુલ.

Advertisements

કારણ…………..

જોઈ દશા મારી જમાનો આ દયા  તો ખાય છે,

ને આપની તો ના કદી આંખોય ભીની થાય છે.

આ સૌ નથી મારા છતાં સમજે બધા મારી પીડા,

ને આપ છો મારા છતાં ના આપને સમજાય છે.

ના પી શકું કારણ અમે  તારા જ લીધા સમ ભલા,

ને આ જમાનો આપની સોગંધ આપી પાય છે.

જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે,

ને સ્હેજ છુટા જો પડો તો શ્વાસ ના લેવાય છે.

જીવી રયા છે જિંદગી જે આજ ભૂલી ને મને,

ને એમને કારણ જ મારી જિંદગી આ જાય છે………………………મેહુલ(ગાગાલગા  ૪)

ટૅગ સમૂહ

%d bloggers like this: