પાલનપુરથી મેહુલ જોષીની કલમે

કારણ…………..

જોઈ દશા મારી જમાનો આ દયા  તો ખાય છે,

ને આપની તો ના કદી આંખોય ભીની થાય છે.

આ સૌ નથી મારા છતાં સમજે બધા મારી પીડા,

ને આપ છો મારા છતાં ના આપને સમજાય છે.

ના પી શકું કારણ અમે  તારા જ લીધા સમ ભલા,

ને આ જમાનો આપની સોગંધ આપી પાય છે.

જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે,

ને સ્હેજ છુટા જો પડો તો શ્વાસ ના લેવાય છે.

જીવી રયા છે જિંદગી જે આજ ભૂલી ને મને,

ને એમને કારણ જ મારી જિંદગી આ જાય છે………………………મેહુલ(ગાગાલગા  ૪)

Advertisements

Comments on: "કારણ………….." (4)

  1. આ સૌ નથી મારા છતાં સમજે બધા મારી પીડા,
    ને આપ છો મારા છતાં ના આપને સમજાય છે.

    વાહ વાહ સરસ ગઝલ …. જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે
    ને સ્હેજ છુટા જો પડો તો શ્વાસ ના લેવાય છે
    આ શેર પણ સરસ છે… બસ લખતા રહો…………..

  2. સુંદર ભાવો છે ગઝલમાં.
    આ એક જગ્યાએ છંદ તપાસી જુઓ.
    જીવી રહ્યા છે જિંદગી જે આજ ભૂલીને મને
    ને એમને કારણ જ મારી જિંદગી આ જાય છે
    .. સાની મિસરામાં છંદ કેમ ખોડંગાય છે તે પઠન કરશો તો સમજાશે. અહીં
    ને એમને કારણ અમારી જિંદગી આ જાય છે.
    એમ કરીને પઠન કરી જુઓ … શબ્દ ઉચ્ચાર કરતી વખતે જે રીતે વજન આપવું પડે તેના પરથી લઘુ અને ગુરુ નક્કી થાય. બે લઘુ હંમેશા ગુરુ નથી બનતા.

  3. Sunder gazal mehulbhai..maja aavi ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: