પાલનપુરથી મેહુલ જોષીની કલમે

પ્રેમ ની મોસમ

આ પ્રેમ ની મોસમ તને જોઈ સતત છલકાય છે,

ને ફૂલતો કેવા મનોમન મૌનમાં હરખાય છે.

કોઈ ખુલાશા માગવા મારે નથી તારી કને,

આ રીત થી જો આપણો આ પ્રેમ તો સચવાય છે.

મળવું નથી મારે કદી બસ એટલું છે પૂરતું,

જોઈ તને બસ હોઠ મારા કેટલા મલકાય છે.

તું બોલ કે ના બોલ હરદમ તે છતાં જોને હવે,

ચારો તરફ તારા શબ્દો જાણે સતત પડઘાય છે.

હોઉં કદી જો એકલો તું યાદ આવે ઠીક છે,

પણ,ભીડમાં આ ખોટ જો તારી મને વરતાય છે………..મેહુલ.

Comments on: "પ્રેમ ની મોસમ" (7)

  1. મળવું નથી મારે કદી બસ એટલું છે પૂરતું,
    જોઈ તને બસ હોઠ મારા કેટલા મલકાય છે.
    તું બોલ કે ના બોલ હરદમ તે છતાં જોને હવે,
    ચારો તરફ તારા શબ્દો જાણે સતત પડઘાય છે.
    Waah Mehul sunder gazal..gami..sari panktio chhe..lakhta rahejo.

    Like

  2. પ્રિય મેહુલભાઈ,

    પ્રેમ ની મોસમ

    આ પ્રેમ ની મોસમ તને જોઈ સતત છલકાય છે,

    ખૂબ જ સરસ રચના છે.

    મેહુલ જોષીની કલમ સદાય ચાલતી રહે અને સર્વેને પ્રેમ ની અનુભુતિ કરાવતી રહે એવી અભિલાષા સાથે.

    – કિરણ સોની

    Like

  3. હોઉં કદી જો એકલો તું યાદ આવે ઠીક છે,

    પણ,ભીડમાં આ ખોટ જો તારી મને વરતાય છે……
    ખૂબ જ સરસ …..

    Like

  4. તું બોલ કે ના બોલ હરદમ તે છતાં જોને હવે,

    ચારો તરફ તારા શબ્દો જાણે સતત પડઘાય છે.
    ………………..
    ખૂબ જ સરસ

    Ramesh Patel(Aakashdeep)

    Like

  5. સરસ .. મક્તાનો શેર વિશેષ ગમ્યો

    Like

Leave a reply to દક્ષેશ કોન્ટ્રાકટર જવાબ રદ કરો