પાલનપુરથી મેહુલ જોષીની કલમે

ભાગ્યના સૌ ખેલ બોલો માનવી ટાળી શકે છે?

શું હથેળીની બધી રેખા કહો વળી શકે છે?

આપણી સૌ વેદનાઓ આપણી સાથે જ છે ને?

કોણ છે જે યાદને એની હવે બાળી શકે છે?

આંખ આડા હાથ તું શું કામ લાવે છે મને કે?

એમ કોઈ આંખથી આંસુ ભલા ખાળી શકે છે?

શી ખબર તાકાત કેવી છે અશ્રુ માં?બે ખબર છું.

જો હૃદય પત્થર હશે તો પણ સદા ગાળી શકે છે.

કોણ કે છે કે સમય જાતા બધું વિસરી જવાનું?

આ હૃદય મારું બધીયે યાદને પાળી શકે છે……….મેહુલ.

Comments on: "ભાગ્ય ના સૌ ખેલ……………." (4)

  1. મિત્રો વળી ને જગ્યા એ વાળી શકે છે વાંચશો…..થેંક યુ .

    Like

  2. બહુ સરસ. સરળ અને ભાવુક.
    સરયૂ

    Like

  3. સરસ ગઝલ છે,મેહુલ. બહુ સારી રીતે છંદ,કાફીયા અને રદીફ નિભાવ્યા છે.

    જો હૃદય પત્થર હશે તો પણ સદા ગાળી શકે છે.

    આ મિસરો આ રીતે મૂકીયે તો ?

    હોય જો પત્થર હૃદય,એને ય ઓગાળી શકે છે.

    Like

  4. સરસ ગઝલ
    આ શેર
    આંખ આડા હાથ તું શું કામ લાવે છે મને કે?

    એમ કોઈ આંખથી આંસુ ભલા ખાળી શકે છે?

    શી ખબર તાકાત કેવી છે અશ્રુ માં?બે ખબર છું.

    જો હૃદય પત્થર હશે તો પણ સદા ગાળી શકે છે.

    વાહ
    યાદ
    હું અશ્રુ-શાહી લૈ ને બેસતો લખવા …
    કેવો હતો એ ગેબી સહારો….
    મને મારાં હૈયાની તાકાત ખબર છે.
    ખબર કેવું કોમળ ને કેવું …

    Like

Leave a comment