પાલનપુરથી મેહુલ જોષીની કલમે

તાલ કરવા……….

રોજ શું આ તાલ કરવા?

સાવ ખોટા વાલ કરવા?

કોણ કે છે થાપ મારી,

ગાલને આ લાલ કરવા?

પેટ ચોળી શૂળ ના કર,

જીવતર બેહાલ કરવા.

કામ રોજે રોજ નું કર,

એ વળી શું કાલ કરવા?

દોસ્ત એવો શોધવો જે,

કામ આવે ઢાલ કરવા.

Comments on: "તાલ કરવા………." (4)

  1. સારો પ્રયત્ન
    પેટ ચોળી શૂળ ના કર,
    જીવતર બેહાલ કરવા.
    શેર ગમ્યો

    Like

  2. રોજ શું આ તાલ કરવા?

    સાવ ખોટા વાલ કરવા?

    કોણ કે છે થાપ મારી,

    ગાલને આ લાલ કરવા?
    ………………..
    Nice gazal..enjoyed.
    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a comment